સકારાત્મકતાના ચમત્કારો!!!

 સકારાત્મકતાના ચમત્કારો!!!


આજની યુવા પેઢી સેલ્ફીમાં માને છે. પાર્ટીઓ, રોક મ્યુઝિક, કોન્સર્ટ તેમના માટે આનંદના વિષય છે. એક વ્યક્તિ તરીકે, હું માનું છું કે "સકારાત્મકતાના ચમત્કારો"ની ફિલસૂફી આપણા બધા માટે ઉપકારક કરશે.

ભગવાન કૃષ્ણના જીવન પરથી ઉપદેશ મળે છેઃ "અંધકારમાં અડીખમ રહો, તમે પ્રકાશ બની જશો". કૃષ્ણે જન્મ પછી તરત જ માતાપિતાને છોડી દેવા પડ્યાં હતાં તથા નાની ઉંમરે ઘણા રાક્ષસોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાના સમાજ, મિત્રો, ગામ માટે બલિદાન આપવું પડ્યું હતું. તેમણે સમાજને મદદ કરવા માટે રાધા સાથેના પ્રેમનું પણ બલિદાન આપ્યું. તેમણે મિત્રને યોગ્ય રસ્તો બતાવવા માટે મહાભારતના યુદ્ધનો ભાગ બનવું પડ્યું હતું અને તેના દ્વારા તેમણે સૌને સકારાત્મક કાર્ય અને કર્મનું મહત્ત્વ સમજાવ્યું. પોતે ઈશ્વર હોવા છતાં જીવનના દરેક તબક્કે પડકારોનો સામનો કર્યો. ભગવાન કૃષ્ણે આપેલો સકારાત્મકતાનો સિદ્ધાંત હજી પણ સૌને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યો છે. એમનું જીવન શીખવે છે કે દરેક સકારાત્મક વિચાર તમને તમારા જીવનના દરેક નકારાત્મક અને ખરાબ અનુભવોને દૂર કરવામાં મદદ કરે છે. સકારાત્મકતા તમને આ વિશ્વમાં અસ્તિત્વમાન સારા આત્માઓ સાથે જોડવામાં મદદ કરે છે.

મારી સકારાત્મકતાની આ યાત્રાએ મને ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા રાખવાનું શીખવ્યું છે. મને હવે સમજાયું છે કે જીવન એક સફર છે, ગંતવ્ય નથી. કૃષ્ણના જીવને મારું જીવન ઘડવામાં મદદ કરી છે. આજે કોરોના પછી પણ લોકો ભેગા મળીને કામ કરી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે એ આપણને મળેલા પ્રભુના આશીર્વાદને લીધે જ શક્ય છે.

આપણે એ પણ દૃઢપણે માનવું જોઈએ કે જો ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે તો તેઓ જ આપણા પ્રયત્નોથી આ જીવનને વધુ રંગીન અને સુંદર બનાવવાની શક્તિ પણ પણ પ્રદાન કરશે.

સકારાત્મકતાને લીધે હું ઘણા લોકોના સંપર્કમાં આવી છું. મેં આ લખાણ શરૂ કર્યું ત્યાર બાદ મારી જાત અને મારી ક્ષમતાનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું. મેં અલગ રીતે લખવાનું, વિચારવાનું, અવલોકન કરવાનું અને સમજવાનું શરૂ કર્યું. જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવી કે મને લાગ્યું કે શા માટે કોઈ મારી સાથે આ રીતે વાત કરે છે અથવા મારા પ્રયત્નોને અન્ય લોકો શા માટે મૂલ્ય આપતા નથી. એ વખતે મેં સકારાત્મકતાની પ્રક્રિયા દ્વારા વિચારવાનું શરૂ કર્યું અને જોયું કે તેઓ લોકો પોતપોતાના સંજોગોને કારણે પ્રતિક્રિયાઓ કરે છે. આમ, એમની પ્રતિક્રિયાઓનો સંબંધ મારી ક્ષમતા સાથે નહીં, પણ એમના સંજોગો સાથે છે. 

જ્યારે પણ હું કોઈ ફેમિલી ફંક્શન કે કોમ્યુનિટી ગેટ ટુગેધરની મુલાકાત લઉં છું ત્યારે લોકો મારા લેખો વિશે મારી સાથે વાતો કરે છે. મારું લખાણ એમના જીવનના અનુભવોને સ્પર્શતું હોવાથી એ એમને ગમે છે. એમને લાગે છે કે આ લખાણ એમના માટે જ લખાયું છે. લોકોને હવે સમજાવા લાગ્યું છે કે એમણે અલગ રીતે અને સકારાત્મક રીતે વિચારવું જરૂરી છે. દરેક સમસ્યાનો હલ હોય છે એ દૃષ્ટિએ વિચાર કરીએ તો હલ જરૂર મળી આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ આપણને જીવનના પડકારોનો સામનો કરવાની પ્રેરણા આપે છે. 

મને લાગે છે કે મારું લેખન મને દરરોજ વધુ સારી બનવામાં અને અન્ય લોકોને બદલવામાં પણ મદદ કરી રહ્યું છે. મને પડકારોનો સામનો કરવો ગમે છે કારણ કે મને દિવ્યાંગ બાળકો પાસેથી એની પ્રેરણા મળે છે. 

લોકો મારું લખાણ વાંચે છે અને તેને અનુસરે છે. ઘણી વખત મારા પતિ અને પુત્રીઓ સકારાત્મકતા વિશે કંઈક વાંચે તો તરત જ તે મારા સુધી પહોંચાડે છે. ક્યારેક તો તેઓ મને જ મારી લખેલી વાતો યાદ કરાવીને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. અહીં એ પણ કહેવું ઘટે કે પરિવારનો ટેકો, હૂંફ અને સુરક્ષા આપણને કોઈપણ કસોટીમાંથી ઓછામાં ઓછા અવરોધો સાથે પાર થવામાં મદદ કરે છે.

-----------------------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...