ભારતીયોને પ્રેમનું મૂલ્ય વારસામાં મળ્યું છે

 

ભારતીયોને પ્રેમનું મૂલ્ય વારસામાં મળ્યું છે

 

આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં પવમાન મંત્ર છેઃ असतो मा सद्गमय।

तमसो मा ज्योतिर्गमय। मृत्योर्माऽमृतं गमय॥ (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લ‍ઈ જા). મને આ મંત્ર યાદ આવ્યો અને સવાલ જાગ્યો કે કોવિડ રોગચાળાના સંદર્ભમાં તેનું શું મહત્ત્વ છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાથી લોકો પરેશાન થયા છે. આપ આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં પવમાન મંત્ર છેઃ असतो मा सद्गमय।

तमसो मा ज्योतिर्गमय। मृत्योर्माऽमृतं गमय॥ (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા, ઊંડા અંધારેથીપ્રભુ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથીઅમૃત સમીપે નાથ લ‍ઈ જા). મને આ મંત્ર યાદ આવ્યો અને સવાલ જાગ્યો કે કોવિડ રોગચાળાના સંદર્ભમાં તેનું શું મહત્ત્વ છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાથી લોકો પરેશાન થયા છે. આપણે ભારતીયો અન્યોમાં વિશ્વાસ અને શ્રદ્ધા જગાડવાની શક્તિ ધરાવીએ છીએ. આપણી સંસ્કૃતિએ આપણને શીખવ્યું છે કે પારિવારિક મૂલ્યોને તથા સંબં ણે ભારતીયો અન્યોમાં વિશ્વાસ અને શ્રદ્ધા જગાડવાની શક્તિ ધરાવીએ છીએ. આપણી સંસ્કૃતિએ આપણને શીખવ્યું છે કે પારિવારિક મૂલ્યોને તથા સંબંધોને મહત્ત્વ આપવું જોઈએ. આપણા વડવાઓએ આ મૂલ્યોને મહત્ત્વ આપીને આપણી સામે આદર્શ ઊભા કર્યા છે. તેઓ હંમેશાં ધર્મના માર્ગે ચાલીને આપણા માટે માર્ગદર્શક બન્યા છે.

કોરોનાને કારણે આર્થિક કટોકટીનો અંધકાર, સ્વજનો ગુમાવ્યાનો અંધકાર, શિક્ષણમાં થયેલા નુકસાનનો અંધકાર, વગેરે અનેક પ્રકારના અંધકાર ફેલાયા. જગ આખું થંભી ગયું. આવી સ્થિતિમાં કોઈકે અજવાળું પાથરીને લોકોમાં વિશ્વાસ અને શ્રદ્ધા જગાડવાની જરૂર છે. એમાં આપણાં ધર્મગ્રંથો ઉપયોગી થઈ શકે છે. ખાસ તો ભગવદ્ ગીતાની વાત કરી રહી છું, કારણ કે તેમાં અગાધ જ્ઞાન સમાયેલું છે. મને મારા જીવનના પડકારોને પહોંચી વળવા માટે તથા સકારાત્મક વિચાર અપનાવવા માટે અને સારાં કર્મો કરવા માટેનો બોધ એમાંથી મળ્યો છે. આળસ, લોભ, ગુસ્સો, મૂંઝવણ, નૈરાશ્ય, ડર, ઈર્ષ્યા, ઘમંડ, એ બધા દોષોમાંથી મુક્તિ મેળવવામાં ભગવદ્ ગીતા ઉપયોગી થઈ શકે છે.

વર્તમાન સમયમાં આપણે પોતાની આધ્યાત્મિક શક્તિને જગાડવાની આવશ્યકતા છે. જ્યારે અંધકાર ફેલાય છે ત્યારે જ પ્રકાશનું, ગરમી થાય ત્યારે ઠંડકનું, ગંદવાડ થાય ત્યારે સ્વચ્છતાનું અને નિરાશા આવે ત્યારે આશાનું મહત્ત્વ સમજાય છે. જ્યારે સમસ્યાઓ આવે ત્યારે જ શાંતિનો અનુભવ યાદ આવે છે.

શ્રવણમંદતા ધરાવતા લોકો સાથે કામ કરીને મને જીવનનું ખરું મૂલ્ય સમજાયું છે. સાથે જ સ્નેહ અને સ્મિત ફેલાવીને લોકોના જીવનમાં અજવાળું પાથરવાનું મહત્ત્વ પણ સમજાયું છે.

થોડા વખત પહેલાં એક છોકરી એનાં માતાપિતા સાથે મારી ક્લિનિકે આવી હતી. પોતાની દીકરી કોઈની સાથે વાત કરતી નથી, કારણકે એને બોલવામાં તકલીફ પડે છે એમ માતાપિતાએ મને કહ્યું. તેઓ દીકરીના ભવિષ્ય વિશે ચિંતિત હતા. મેં કોઈ પણ પેશન્ટના કાનમાં મેલ છે કે નહીં એ સૌથી પહેલાં જોઈ લેવાનો નિયમ રાખ્યો છે, કારણ કે ઘણી વાર મેલ જેવી નાનકડી સમસ્યાને લીધે મોટી તકલીફ થાય છે. એ તપાસ કરી લીધા બાદ મેં સ્પીચના સોફ્ટવેરથી એની તપાસ કરી. એના અંતે મને જાણવા મળ્યું કે છોકરી નોર્મલ હતી, પણ એનામાં આત્મવિશ્વાસની કમી હતી. એ બુદ્ધિશાળી હતી, પરંતુ બીજાઓ સાથે પોતાના વિચારોનું આદાનપ્રદાન કરતી ન હતી. થોડો વખત સારવાર આપીને મેં એને મારા કામમાં મદદરૂપ થવા માટે બોલાવી. એને મારી સાથે રહીને કામ કરવાનું ઘણું ગમ્યું. આજે એ અમારી ટીમનો હિસ્સો છે. અમને એની પાસેથી ઘણાં સારાં સૂચનો મળ્યે રાખે છે. એકાદ વર્ષના ગાળામાં એના જીવનમાં આવેલું પરિવર્તન જોઈને સંતોષ થાય છે.

આપણને ભારતીયોને પ્રેમનું મૂલ્ય વારસામાં મળ્યું છે. આપણે પારિવારિક પ્રેમને ઘણું મહત્ત્વ આપીએ છીએ. એની સાથે સાથે આપણી સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ સાથે સારી રીતે રહેવાની કેળવણી આપણને મળે છે. આપણને પડકારરૂપ સંજોગોમાં ઈશ્વર પર ભરોસો રાખીને રહેવાનું શીખવવામાં આવે છે. આપણને ધાર્મિક સ્થળોએથી સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય છે.

ચાલો, આપણે દેશની આધ્યાત્મિક ઊર્જાને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું પ્રણ લઈએ.

------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...