નિષ્ઠા અને પ્રતિબદ્ધતા બોલવાની વાત નથી, જીવનમાં ઉતારવાના ગુણ છે

 નિષ્ઠા અને પ્રતિબદ્ધતા બોલવાની વાત નથી, જીવનમાં ઉતારવાના ગુણ છે


નિષ્ઠા કે પ્રતિબદ્ધતા એ ફક્ત બોલવાની વાત નથી, એ તો આપણા

જીવનમાં ઉતારવાના ગુણ છે. એ આપણા વર્તનમાં દેખાવી જોઈએ.

આપણે દેશની આઝાદી માટે લડેલા કેટલાય નેતાઓ અને શહીદોની વાતો

જાણીએ છીએ. બીજા કેટલાય એવા હશે જેના વિશે ક્યાંય કોઈ વાત થઈ

નથી. એટલું જ નહીં, એમના પરિવારજનોએ પણ ક્યારેય એમનું નામ

થાય એ માટેનો પ્રયાસ કર્યો નથી. દેશ માટેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા એ

શહીદોની શહીદી દ્વારા વ્યક્ત થઈ છે.

આજે યુગ પલટાયો છે. લોકો સેલ્ફીના કલ્ચરમાં રાચે છે અને દરેક

જગ્યાએ પોતાનું નામ અને વાહવાહ થાય એવી ઈચ્છા રાખતા હોય છે.

સોશિયલ મીડિયા લોકોની વાહવાહીથી ઊભરાય છે.

આજે વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે, પરંતુ મનુષ્ય પોતે એનો ઉપયોગ

કરીને રોબોટ જેવો થઈ ગયો છે. કોરોનામાંથી પસાર થયેલા આપણા

દેશને એવા લોકોની જરૂર છે, જેઓ માતૃભૂમિ પ્રત્યે નિષ્ઠા અને પ્રતિબદ્ધતા


ધરાવતા હોય અને દેશની પ્રગતિ માટે કામ કરે. આપણે આવા સમયે

ભગવાન રામ અને કૃષ્ણે આપણને નિષ્ઠા અને પ્રતિબદ્ધતાના ગુણ

શીખવ્યા છે. આપણો દેશ કોઈની સાથે લડવામાં નહીં, પણ દરેકના

કલ્યાણમાં માને છે. આપણા દેશ પર હંમેશાં બીજાઓએ ચડાઈ કરી છે,

પરંતુ આપણે તો શાંતિમાં જ માનતા આવ્યા છીએ. આપણી સંસ્કૃતિમાં

નમ્રતા અને દયાનો ગુણ મોખરે છે.

આધ્યાત્મિક શક્તિથી ભરેલા આપણા દેશના લોકોએ સૌને સકારાત્મક

આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવવાની આવશ્યકતા છે.

આપણે બાળકો માટે જ્યારે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું

આયોજન કરીએ છીએ ત્યારે એમને એક દિવસ પૂરતી વાતો શીખવવામાં

આવે છે. આપણે એમને રોજેરોજ કેમ આધ્યાત્મિકતા અને પ્રેમ-કરુણાભર્યું

વર્તન કરવાનું કહી શકીએ નહીં. રોજેરોજ મૂલ્યોનું અને ઉચ્ચ આદર્શોનું

પાલન કરવું જોઈએ એવો બોધ બાળકોને કરાવવાની અને આપણે જાતે

પણ તેનો અમલ કરવાની આજના સમયની આવશ્યકતા ચે.

થોડા વખત પહેલાં હું બે સૈનિકો અને ત્રણ સેલિબ્રિટીઝને મળી હતી. એક

સૈનિકને તો હું કોઈ પ્રોફેશનલ કામસર મળવા ગઈ હતી. તેમણે મને

ઉષ્માભર્યો આવકાર આપ્યો અને ઘણી સારી રીતે વાત કરી. અમને એમ

લાગ્યું કે અમે વર્ષોથી એકમેકને ઓળખીએ છીએ. એ સૈનિકે કારગિલ અને

બીજા હિમાચ્છાદિત વિસ્તારોમાં સેવા બજાવેલી છે. બીજા એક સૈનિકને

સાંભળવામાં તકલીફ હોવાથી એમને મળવાનું થયું હતું. તેમણે પણ ઘણી


સારી રીતે વાત કરી. એમાં એમની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને દેશપ્રેમ

ઝળકતાં હતાં.

જ્યારે એક સેલિબ્રિટીને મળવાનું થયું ત્યારે પણ ઘણો સારો અનુભવ થયો.

એમની સાથે દસ મિનિટ વાત કરી અને અમે ભારતીય સંસ્કૃતિ વિશે ચર્ચા

કરી. બીજી એક સેલિબ્રિટીએ પણ ઘણી નમ્રતાપૂર્વક વાત કરી. ત્રીજા

સેલિબ્રિટી અમને મળવાનું કહીને પોતે બહાર ઊપડી ગયા હતા. આમ,

અલગ અલગ પ્રકારના લોકો સાથે મળવાનું થાય છે. કોઈકમાં ભરપૂર

નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દેખાય, જ્યારે કોઈકમાં તોછડાપણું દેખાય.

અમે શ્રવણમંદ બાળકો માટે કરેલું કાર્ય બોલી રહ્યું હોવાથી અમારા જોશ

ફાઉન્ડેશનને ઘણી જ આર્થિક સહાય મળી છે અને અમે ઘણું કામ કરી

શક્યા છીએ. આ સંસ્થાના અનુભવ પરથી હું કહી શકું છું કે એક વ્યક્તિ

તરીકે તમે ભલે વધારે કંઈ કરી શકો નહીં, પરંતુ તમારું નાનામાં નાનું

કાર્ય પણ એળે જતું નથી. બધા ભેગા મળીને કામ કરે તો વધારે સારું અને

મોટું કામ થઈ શકે છે. એ કામમાં નિષ્ઠા અને પ્રતિબદ્ધતા હોય તો કાર્ય

દીપી ઊઠે છે.

--------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...