ઈશ્વરની વિશેષ રચના પાસે રચનાત્મકતાની વિશેષતા કેટલી છે?

 ઈશ્વરની વિશેષ રચના પાસે રચનાત્મકતાની વિશેષતા કેટલી છે?


સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્યની રચના વિશેષ ગણાય છે. ભગવાને દરેક મનુષ્યને વિશેષતાઓ બક્ષી છે.

આ દૃષ્ટિએ જોઈએ તો ભગવાન ઘણા જ સર્જનશીલ છે. ઈશ્વરે સર્જેલી આ સુંદર દુનિયા બદલ હું

એમનો પાડ માનું છું. હું પોતે પણ આ દુનિયાનો અંશ છું એનું ગૌરવ પણ મને છે.

મનુષ્ય પોતે ઈશ્વરનું સુંદર સર્જન હોવા ઉપરાંત મનુષ્ય પોતે ઘણો સર્જનશીલ છે. મનુષ્યની

ઉત્ક્રાંતિમાં ઊડીને આંખે એવું એક તત્ત્વ તેની સર્જનશક્તિ છે. મનુષ્ય હંમેશાં કંઈક નવું કરવાનું

વિચારતો હોય છે. એને એકની એક ઘરેડ પસંદ નથી.

આમ છતાં ક્યારેક માણસને નકારાત્મકતા ઘેરી વળે છે અને ત્યારે સર્જનશક્તિ કુંઠિત થઈ જાય છે.

પરિણામે, એ મનુષ્યનો વિકાસ થંભી જાય છે.

ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં અર્જુનને કહ્યું હતું, "હું આ સૃષ્ટિનો રચયિતા છું. હું

દરેક મનુષ્યને પોતાની જવાબદારીઓનું વહન કરવા માટે માર્ગદર્શન આપું છું."

વર્તમાન સમયને જોઈએ તો, આજે જીવનને વધુ સારી રીતે સમજવા માટે સર્જનશક્તિ-

રચનાત્મકતાની જરૂર છે. આપણે બાળકોને પર્યાવરણ, લાગણીઓ, શિક્ષણ એ બધા વિશે નવી રીતે

શીખવવાની આવશ્યકતા છે. અહીં નવી રીતનો અર્થ નવાં નવાં ગેજેટ્સ મારફતે શીખવવાનો નથી.

ફક્ત ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાથી મનુષ્ય યંત્રવત્ બની જશે. આપણને રોબોટ્સની નહીં, પણ

જીવનની સુંદરતાને સમજીને એને વધુ સુંદર બનાવી શકે એવા મનુષ્યોની જરૂર છે.

આપણે જોઈએ છીએ કે બાળકને જમાડતી વખતે આજની માતા ગેજેટ્સનો ઉપયોગ કરે છે. એને

શીખવવા માટે પણ ગેજેટ્સ વપરાય છે. બાળકો ખોરાકનો આનંદ લેવાને બદલે યંત્રની જેમ ખોરાક

આરોગે છે. આ અનિચ્છનીય સ્થિતિ છે. બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય માટે એમને

તમામ ઇન્દ્રીયોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવવાની જરૂર છે.

બાળકો માટે અમે યોજેલી એક વર્કશોપમાં અમારા મનોચિકિત્સકે ઇન્દ્રીયોના અસરકારક ઉપયોગની

દૃષ્ટિએ એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો. એમણે બે અલગ અલગ ચિત્રો બનાવ્યાં અને બાળકોને

એ બન્નેમાં રહેલા તફાવત શોધવાનું કહ્યું. બાળકોએ તાબડતોબ એના સાચા જવાબ આપ્યા. આના

પરથી કહી શકાય કે બાળકોની ગ્રહણશક્તિ ઘણી સતેજ હોય છે. આથી એમને ટેક્નૉલૉજીનો ઉપયોગ

કરવાનું એવી રીતે શીખવવું કે તેઓ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરતાં શીખે.

ક્યારેક મને એવું લાગે છે કે આજનાં શિક્ષિત માતાપિતા પોતાનાં બાળકોને ભરપૂર લાડ કરીને એમનું

નુકસાન કરે છે. એમની રચનાત્મક શક્તિ ખીલે એવી કોઈ પ્રવૃત્તિ કરાવતાં નથી.

અહીં મને એક કિસ્સો યાદ આવે છે. હું એક દિવસ કામ પરથી પાછી ફરતી વખતે ટ્રાફિકમાં અટવાઈ

ગઈ હતી. લગભગ દોઢેક કલાક સુધી વાહન કીડીની જેમ ચાલતું હતું. મારે બાળકોને લઈને એક નવી

જગ્યાએ ભોજન માટે જવાનું હતું. આથી ટ્રાફિકને કારણે હું રિક્ષામાંથી ઉતરીને ચાલવા લાગી. થોડું

ચાલીને મેં બીજી રિક્ષા કરી. એ રિક્ષાવાળા સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે એ માણસે


પોતાનાં ત્રણ દીકરાઓ અને એક દીકરીની પ્રગતિમાં ઊંડો રસ લીધો હતો. એમનો એક દીકરો

ભારતીય નૌકાદળમાં સેવારત હતો. બીજો દીકરો ડૉક્ટર બનીને અમેરિકા ગયો હતો. ત્રીજો દીકરો

બોક્સિંગનો રમતવીર હતો અને દીકરી ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો અભ્યાસ કરી રહી હતી. આવા

સાધારણ માણસના ઘરે ગેજેટ્સ નહીં હોય એ સ્વાભાવિક છે.

તમે જુઓ, ભગવાને દરેકને કેટલી ક્ષમતાઓ આપી છે! એક સાધારણ રિક્ષાચાલકનાં સંતાનો ઉચ્ચ

શિક્ષણ પ્રાપ્ત કરીને પ્રગતિ કરી રહ્યાં છે.

ઘણાં માતાપિતા મારી પાસે આવે ત્યારે ફરિયાદ કરતાં હોય છે કે એમનાં બાળકો એમનું કહ્યું માનતાં

નથી. હું એમને કહું છું કે તમારી પાસે તમારાં સંતાનો કરતાં વધારે સમજ અને અનુભવ છે, તો તમે

તેઓ શું કરશે એનું પૂર્વાનુમાન લગાડીને એ પ્રમાણે કેમ વર્તન કરતાં નથી? તમે કેમ હાર માની લો

છો? તમે હાર માની લો છો એમાં તમારાં સંતાનોનો કોઈ વાંક નથી. તમારે એમને સાચો માર્ગ

ચીંધવા માટે કોઈ નવો રસ્તો અપનાવવો જોઈએ. તમે એવું કંઈક રચનાત્મક કરો કે બાળકોએ તમારું

સાંભળવું જ પડે.

મારા લખાણ દ્વારા આ એક સંદેશો પણ જો બધા સુધી પહોંચી જાય તો ઘણું મોટું કામ થયું કહેવાશે.

-------------------

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...