ભગવાને આ સુંદર વિશ્વ આપણને જીવનમાં વિજેતા બનાવવાના હેતુથી બનાવ્યું છે

ભગવાને આ સુંદર વિશ્વ આપણને જીવનમાં 

વિજેતા બનાવવાના હેતુથી બનાવ્યું છે  

 

આજના જટિલ આધુનિક વિશ્વમાં સરળ બનવું મુશ્કેલ છે, એમ કોઈકે કહ્યું છે. એક કહેવતમાં પણ કહેવાયું છે કે, "યુવાન રહેવું હોય તો બાળકની જેમ સરળ અને ખુશ રહેવું."  

મારાં બાળકો નાનાં હતાં ત્યારે એક દિવસ જ્યારે હું એમને ગણિત શીખવી રહી હતી ત્યારે મેં 4 વત્તા એટલે 8 એમ કહ્યું ત્યારે મારી મોટી દીકરીએ જવાબ આપ્યો કે પાંચ અને ત્રણનો સરવાળો પણ આઠ થાય છે.  

મારી નાની દીકરીએ એમાં ટાપશી પુરાવતાં કહ્યું 6માં 2 ઉમેરવાથી પણ 8 થાય. મારા પતિએ પણ મજાકમાં ઉમેર્યું કહ્યું કે 1માં 7 ઉમેરો તોપણ 8 થાય. આમ, એક પરિણામ હાંસલ કરવા માટે અનેક રસ્તા હોઈ શકે છે.  

હું હજી પણ 4+4=8 કહું છું, કારણ કે હું માનું છું કે જીવન સકારાત્મક અને નકારાત્મક પરિબળોનું સંતુલન છે!  

જીવનનાં આ સકારાત્મક અને નકારાત્મક પાસાંને આપણે કેવી રીતે જોઈએ છીએ અને સંતુલિત કરીએ છીએ તે નક્કી કરવાનું આપણા પર છે.  

રાધાએ એકવાર ભગવાન કૃષ્ણને પૂછ્યું, "તમારા મતે પ્રેમ શું છે?" ભગવાન કૃષ્ણે કહ્યું કે પ્રેમ એ સ્વતંત્રતા છેજે આપણે વિશ્વને બતાવી છેઅને જ્યાં સુધી બ્રહ્માંડ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તે દરેકના હૃદયમાં રહેશે. રાધાએ ભવિષ્ય શું છે તે વિશે પણ પૂછ્યું. ભગવાન કૃષ્ણે કહ્યું કે, "આપણે સાથે ન હોઈએ ત્યારે પણ આપણે એકબીજાના હૃદયમાં છીએઅને જ્યારે આપણે લોકોની વચ્ચે ન હોઈએ ત્યારે પણ આપણે એમના હૃદયમાં છીએ," કૃષ્ણે કેટલો સરસ બોધ આપ્યો છે!  

ભગવાન સૃષ્ટિના સર્જક છેજેમાં મનુષ્યોપ્રાણીઓ અને પ્રકૃતિનો સમાવેશ થાય છે. ઈશ્વર એટલો હોંશિયાર છે કે એણે પોતાના વિચારને એવી રીતે અમલમાં મૂક્યો છે કે એની હાજરી સમગ્ર વિશ્વમાં અનુભવાય.  

ઈશ્વરે બધાને સરળ જ બનાવ્યા છે, પરંતુ આપણે પોતાને તથા જગતને વધુ જટિલ બનાવી દીધાં છે.  

હું એક દિવસ એક તેજસ્વીબૌદ્ધિક અને ખૂબ જ સુંદર યુવાનને મળી હતી. મુલાકાતના થોડા સમય પહેલાં જ એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી એ સ્નાતક થયો હતો અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ જવાની યોજના ઘડી રહ્યો હતો. એ બોલવામાં અચકાવાની તકલીફ લઈને મારી પાસે આવ્યો હતો.  

મેં સૉફ્ટવેર પર તેના અવાજનો અને વાચાનો અભ્યાસ કર્યો અને જોયું કે એ અન્ય સામાન્ય વ્યક્તિ જેવો જ હતો. એની વાંચન અને લેખનની ક્ષમતા ઘણી જ સારી હતી.  

મેં એને સમજાવ્યું કે એને કોઈ શારીરિક ખામી નથી, પરંતુ ઝડપથી બોલવાની ટેવને લીધે એ ઊંડા શ્વાસ લઈ શકતો નથી અને તેને લીધે શરીરમાં તણાવ પેદા થાય છે. એને શ્વાસ, બોલવું, શારીરિક સ્થિતિ અને માનસિક સ્થિતિ એ બધા વચ્ચેનો સંબંધ સમજાવ્યો ત્યારે એને ઘણી રાહત થઈ અને એની સમસ્યાનો હલ આવી ગયો.  

મારું શાળાનું ભણતર ગુજરાતીમાં થયું હોવાથી એક સમયે હું અંગ્રેજીમાં બોલવા વિશે સાશંક હતી. એક સમયે મેં જેમની સાથે કામ કર્યું હતું એ વોઇસ એક્ટર કંપનીઓના સીઈઓ અને એક્ઝિક્યુટિવ્ઝને તેમના અવાજના મોડ્યુલેશન વિશે તાલીમ આપતા. એમની ઈચ્છા હતી કે હું દવાની મદદથી વોઇસ થેરપીનાં સેસન લઉં. મેં કહ્યું કે હું તેના વિશે વિચારીશ. મારે અંગ્રેજી સુધારવાની જરૂર છે એવું મેં કહ્યું ત્યારે એમનો જવાબ હતો, "આપણે જે કરીએ છીએ એમાં ભાષા નહીં, પરંતુ અવાજને મેન્ટેન કરવા માટે શું કરવું જોઈએ એની સમજ આપવાનું મહત્ત્વ છે. મને તારા પર વિશ્વાસ છે, તું આ કામ બરોબ કરી શકીશ." આ વાક્યોએ મને વધુ આત્મવિશ્વાસ આપ્યો અને પછી તો મેં ક્યારેય પાછળ વળીને જોયું જ નથી.  

એક મિત્ર તરફથી મળેલા એ પ્રોત્સાહનને પગલે હું આજે એ અમેરિકન ઓડિયોલોજિસ્ટ્સને સકારાત્મકતા વિશેનાં વક્તવ્યો આપું છું, જેઓ વ્યવસાયના ભાગરૂપે સખાવતી કાર્ય કરે છે.  

કેટલીકવાર જીવનમાં તક તરીકે ઓળખાતો એક સરળ માર્ગ મળી આવે છેપરંતુ આપણા ગભરાટ અને ચિંતાઓને કારણે આપણે એ અપનાવતા નથી. જો આપણે તકનો લાભ લેવાનું ચૂકીએ નહીં તો આપણે સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ.  

મારા ઘણા એવા દર્દીઓ છે જેઓ હવે મારા મિત્રો છે અને જેમણે જાહેરમાં બોલવાના તેમના ડર પર વિજય મેળવ્યો છે તથા પોતપોતાનાં ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કોઈકે સાચું જ કહ્યું છે કે "તમે અન્ય લોકો માટે જેટલા વધુ દરવાજા ખોલો છો એટલા વધુ રસ્તાઓ તમારા માટે બનતાં જાય છે."  

મને લાગે છે કે ભગવાને આ સુંદર વિશ્વ આપણને જીવનમાં વિજેતા બનાવવાના હેતુથી બનાવ્યું છે. હું આ માન્યતાને હંમેશાં મારા મસ્તકહૃદય અને આત્મામાં દૃઢપણે જીવંત રાખું છું.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...