પોતાના હૃદયની સુંદરતાને પારખો

 પોતાના હૃદયની સુંદરતાને પારખો  

 

એવું માનવામાં આવે છે કે આપણી સુંદરતા આપણા ચહેરામાં નહીંઆપણા હૃદયના પ્રકાશમાં છે. દરેક વ્યક્તિના હૃદયમાં વિશેષ ઉર્મિઓ હોય છે. હું એવા લોકોને મળી ચૂકી છું, જેમનાં હૃદય ઉત્તમ છે પરંતુ તેઓ લાગણીની અભિવ્યક્તિ બરોબર કરી શકતા નથી.    

આ પૃથ્વી પરની દરેક વ્યક્તિનું પોતાનું આગવું સૌંદર્ય છેઅને મારા મતે આપણે કોઈના વિશે ઘસાતું બોલવાને બદલે એના હૃદયની સુંદરતાને બિરદાવવી જોઈએ.  

ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું છે કે તમારી હૃદયની સુંદરતાને લીધે જ તમે અન્યોનો આદર કરશો. એ સુંદરતા તમને નીચે નહીં પાડે, ફક્ત તમને વિકસવામાં અને અન્યોને મદદરૂપ થવામાં ઉપયોગી થશે.  

જ્યારે એક આધ્યાત્મિક ગુરુને એકવાર પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્યારે તમારી આસપાસ ઘણી બદીઓ છે છતાં તમે આટલી મહેનત કેમ કરીને દયાનો સંદેશો ફેલાવો છો. એમણે કહ્યું કે એ જ કરવા માટે એમનો જન્મ થયો છે.  

દયા અને પ્રેમને પ્રોત્સાહન આપવા માટે જ ભગવાન કૃષ્ણ અને રાધાની પૂજા કરવામાં આવે છે. એમણે લોકોને જાતિધર્મ અથવા અન્ય મતભેદોને ધ્યાનમાં લીધા વિના પ્રેમના રંગોનો અનુભવ કેવી રીતે કરવો તે શીખવ્યું છે.  

ગોકુળવૃંદાવન અને મથુરામાં લોકોએ હૃદયની સુંદરતાને વ્યક્ત કરવા માટે જ ખૂબ જ પ્રેમ અને ઉત્સાહ સાથે હોળીની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું છે.  

આત્મશોધ વિશે ઘણાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં છેજેમાં વ્યક્તિને પોતાની આંતરિક સુંદરતા સમજવાનો બોધ આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિમાં આંતરિક ક્ષમતાપ્રતિભા અને કૌશલ્ય હોવાનું માનવામાં આવે છે.  

આ આત્મશોધ દ્વારા જ આત્મસંતોષ પ્રાપ્ત કરી શકાય છે.  

ઘણી વખત જ્યારે હું કોઈ ફંક્શનમાં હાજરી આપું છું ત્યારે ઘણી સેલિબ્રિટીઝ ત્યાં હાજર હોય છે. તેઓ સામાન્ય રીતે મેક-અપ સાથે આવે છે. પરંતુ હું ત્યાં ખૂબ અસ્વસ્થતા અનુભવું છુંકારણ કે હું માનું છું કે જ્યારે તમે સખત મહેનત કરો છો અને અમારા હૃદયથી કામ કરો છોત્યારે આ બાહ્ય સૌંદર્ય બતાવવાની જરૂર નથી.  

જીવનમાં પ્રેમમાનવતાદયાકરુણા અને સમજણ આપણને આપણી પોતાની સુંદરતા સંપૂર્ણ રીતે વ્યક્ત કરવા દે છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...