બ્રહ્માંડની ઊર્જાનો અનુભવ કરો

 બ્રહ્માંડની ઊર્જાનો અનુભવ કરો  

 

જ્યારે સવારે સૂર્ય ઉગે છેત્યારે તે આપણા દિવસમાં સકારાત્મક ઊર્જા લાવે છે. આ ગ્રહ પર આપણે શ્વાસ લઈને જીવી શકીએ એ માટે છોડ અને વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજનના રૂપમાં સકારાત્મક ઊર્જા આપે છે.  

છોડ અને વૃક્ષો પણ શાકભાજી અને ફળોના રૂપમાં સકારાત્મક ઊર્જા છોડે છેજે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે.  

ભગવાન આપણને સકારાત્મક સ્પંદનો આપીને એ કહે છે કે તેઓ આપણી સાથે છે.  

ભગવાનપ્રકૃતિ અને તારાઓની આકાશગંગા આપણી આસપાસ છેઅને તે બધા સતત ઊર્જા ઉત્પન્ન કરે છે.  

વિજ્ઞાન પણ આપણા વિકાસ માટે ઘણી ઊર્જા ઉત્પન્ન કરે છેપરંતુ આપણે મનુષ્યો આ બધા સાથે શું કરી રહ્યા છીએ?  

આપણે વૃક્ષો કાપીનેરસ્તા પર કચરો ફેંકીને પર્યાવરણમાં વધુ નકારાત્મક ઊર્જા પેદા કરીએ છીએજે આપણી આસપાસના પર્યાવરણને અસર કરે છે. આપણે પોતે નકારાત્મક ઊર્જા આપીએ છીએ અને એનો દોષ ભગવાનને આપીએ છીએ.  

આપણી આસપાસ રહેલી બધી સારી ઊર્જાનું મૂલ્ય આપણને ક્યારે સમજાશે?  

ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે કે તમે જે વાવો તે લણશો. જો તમે સારું કરશોતો તમને શ્રેષ્ઠ પ્રાપ્ત થશેજો તમે સકારાત્મક વિચારો અને ઊર્જાનો પ્રસાર કરશોતો તમને તેમાંથી વધુ સકારાત્મકતા પ્રાપ્ત થશે.  

આ દુનિયામાં 8 અબજ લોકોની વસ્તી છે. વિચારોઆપણે કેટલી સકારાત્મક ઊર્જા બનાવી શકીએ છીએ!  

આ પૃથ્વી પરદરેક વ્યક્તિએ દરરોજ કોઈને કોઈ રીતે યોગદાન આપવાની જરૂર છેઅને ત્યારે જ પરિવર્તન આવશે.  

ભગવાન કૃષ્ણની ફિલસૂફી સીધી-સાદી હતી: તમે જેટલાં વધુ સારાં કાર્યો કરશોબ્રહ્માંડ એટલું જ વધુ સારું બનશે, કારણ કે તમે વધુ સકારાત્મક ઊર્જા ફેલાવો છો.  

મેં એક વખત વિશ્વની સાત અજાયબીઓમાંની એક "ચીચેન ઇત્ઝા" ની મુલાકાત લીધીજે મેક્સિકો સિટીમાં છે. 1500 વર્ષથી વધુ જૂનું હોવા છતાંઆ સ્મારક માનવતાને પ્રેરણા આપે છે. આ ઇમારત આપણા પૂર્વજોની રાજકીય અને ધાર્મિક શક્તિનું પ્રતીક છે.  

મેક્સિકો સિટીમાં લગભગ 8000 કુંડણ છે જે કુદરતી રીતે રચાયા હતા. એમાંનું પાણી એટલું શુદ્ધ અને ઊર્જાથી ભરેલું છે કે તે તમને ખૂબ જ હળવાશનો અનુભવ કરાવશે. મેક્સિકો સિટીમાં સામાન્ય રીતે ગરમ હવામાન હોવા છતાંતમામ સેનોટ્સની અંદરનું પાણી હંમેશા ઠંડું અને આહ્લાદક હોય છે.  

પ્રતિકૂળતામાંથી પસાર થયા પછી જ આપણને સદ્ગુણોનું મહત્ત્વ સમજાય છે. મેં જોયું છે કે કોવિડ રોગચાળા પછી માનવજાતિએ ઘણી પ્રગતિ કરી છે. પર્યટન ઉદ્યોગ પર આ રોગચાળાની અસર ઘણી જ ગંભીર હતી. આથી હવે જ્યાં જાઓ ત્યાં લોકો ઊષ્માભર્યું સ્વાગત કરે છે. લોકો એકબીજાની સંસ્કૃતિનું માન જાળવે છે. સાથે જ દરેકની ખાણી-પીણીની આદતોનો પણ આદર કરવામાં આવે છે.  

મેક્સિકોમાં એક સ્થાનિક મહિલાએ અમે ભારતીય છીએ એવું જાણી લીધા બાદ અમારી સાથે વાતચીત ચાલુ કરી હતી.  એમને ભાંગ્યું-તૂટ્યું અંગ્રેજી આવડતું હતું, છતાં એમણે અમને એ સમજાવ્યું કે તેઓ ભારતીય યોગ શિક્ષક પાસે તાલીમ લે છે. યોગ કરવાથી એમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. એ મહિલાએ કહ્યું કે ભારતીયો પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ સમજે છે. હકીકતમાં હવે આપણે વિદેશની નકારાત્મક ઊર્જાને લીધે આપણાં મૂલ્યોને ભૂલી રહ્યા છીએ અને સકારાત્મકતા ઘટી રહી છે. આપણે ફરીથી સકારાત્મક ઊર્જાનું વલય રચવાની જરૂર છે.  

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...