જીવનમાં એક વાર તીર્થયાત્રા કરવી જોઈએ

 જીવનમાં એક વાર તીર્થયાત્રા કરવી જોઈએ


તીર્થયાત્રા એ આપણા જીવનનું અવિભાજ્ય અંગ હોવું જોઈએ. તીર્થસ્થળોએ જઈને જે પૈરાણિક કથાઓ અને સાથે વાતાવરણમાં અદ્ભુત માનસિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય છે એ બીજે ક્યાંય મળવો મુશ્કેલ છે. ભારત દેશની ભૂમિમાં અઢળક ધાર્મિક સ્થળો આવેલા છે. તીર્થયાત્રા પ્રત્યે દરેકની પોતપોતાની ધારણાઓ હોય છે. બ્રહ્માંડમાં મનુષ્યોનું અસ્તિત્વ છે ત્યારથી ધાર્મિક મૂલ્યોને જાળવી રાખવા માટે આપણા પૂર્વજોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. દેશમા 1.3 અબજ લોકો પૈકી મોટા ભાગના લોકોનું એક સપનું હોય છે કે જીવનમાં એક વખત તીર્થયાત્રા કરે. ભારતીયો આપણી સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાએલા છે. જીવનમાં એકવાર કરવામાં આવેલ યાત્રા આપણને વિશ્વાસ અપાવશે કે આપણે મુસાફરીના પડકારોને પાર કરી શકીશું અને એવા મુકામ સુધી પહોંચી શકીશું જ્યાં માત્ર ભગવાનનો પ્રેમ જ છે.

રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે માતાના આદેશનું પાલન કરીને 14 વર્ષ સુધી વનવાસ ભોગવવા તૈયાર થયા હતાં. ભગવામ શ્રીકૃષ્ણએ પણ પ્રજાને બાચવવા માટે ટચલી આંગળથી ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. આવી ઘણી પૌરાણિક વાર્તાઓ અને સ્થળો આપણા જીવનને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેથી આપણે આપણી સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. મથુરાના જતીપુરામાં ગોવર્ધન પર્વત આવેલો છે ત્યાં ભક્તો આ પર્વતની પરિક્રમા કરે છે. દર વર્ષે લાખો કરોડો ભક્તો આવીને અહીં થયેલી કૃષ્ણલીલાની અનુભૂતિ કરે છે. વિશ્વાસ અને શ્રદ્ધાથી કરેલા કામને સફળતા જરૂર મળે છે. ગરીબથી ધનાઢ્ય તમામ વર્ગના લોકો તીર્થયાત્રા કરીને ભગવાનની હાજરીનો અનુભવ થવો અદ્ભુત, અવિસ્મરણીય અને અવિશ્વસનીય છે. માનવતાને જીવંત રાખવી ખૂબ જ જરૂરી છે. આજના કળયુગમાં જેવા પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે તે જોઈને ભગવાનની ભક્તિ તરફ મનને વાળવું જોઈએ, જેથી મગજ સ્થિર રહે છે અને સમાજમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને તેને સુધારી શકાય છે.

ભક્તિમય વાતાવરણમાં લોકોની આસપાસ રહેવાથી એવું લાગે છે કે તેઓ ભગવાનની એટલા નજીક છે કે તેઓ ભક્ત તરીકે સમય પસાર કરી શકે છે. ઘણા યુવાનો, તેમના શિક્ષણ હોવા છતાં, આવા સ્થળોએ રહેવા અને મંદિરોમાં ભક્ત તરીકે કામ કરવા માટે ભાગ્યશાળી માને છે. આધ્યાત્મિક બળ વ્યક્તિઓને તેમના ગુમાવવાના અને કંઈપણ વિના હોવાના ભયને દૂર કરવામાં મદદ કરે છે. એકમાત્ર વસ્તુ જે તેમને ટકાવી રાખે છે તે બિનશરતી પ્રેમ છે જે તેઓ ભગવાનને પ્રાર્થના કરીને પ્રાપ્ત કરે છે. તે જીવનનો એક મહાન પાઠ છે જે દરેક વ્યક્તિએ શીખવો જોઈએ.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...