જીવનનો વિકાસ સ્વસ્થ સમાજને ઘડવામાં જરૂરી

 જીવનનો વિકાસ સ્વસ્થ સમાજને ઘડવામાં જરૂરી


જીવનમાં આગળ વધવું અને વિકાસના પથે ચાલવું સમાજ કલ્યાણ માટે જરૂરી છે. એક છોડના વિકાસ માટે જેમ પૂરતી ખાતરયુક્ત માટી અને સમયસર પાણીની જરૂર પડે છે તેવી જ રીતે માનવ જીવનમાં પણ બાળકને એક જવાબદાર વ્યક્તિ બનવા માટે સારા સંસ્કાર અને શિક્ષા આપવી પડે છે. સમાજને વિકસાવવા માટે શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસની પણ જરૂર હોય છે. બ્રહ્માંડમાં કોઈ પણ માનવી માટે હવે સુખ કે દુ:ખ સાથે, વ્યક્તિની પસંદગી પર આધાર રાખીને ટકી રહેવા માટે વિકાસશીલ રહેવું એ એકમાત્ર અને શ્રેષ્ઠ સૂત્ર છે.

ભગવાન શ્રી કૃષ્ણે તેમના જીવનમાં આવેલા પરિવર્તન અને વર્તનનું વર્ણન કરતાં જણાવ્યું છે કે માનવીને એવા વિકાસની જરૂર છે જે કર્મ અને ધર્મ બંનેની કાળજી લઈ શકે. જીવનમાં મળતી સફળતાની દરેક વાર્તા પરિવર્તન અને પુનરાવર્તનનું પ્રતિક છે. શ્રી કૃષ્ણનું નામ આવતાં જ ઘણા લોકો તેમની કલ્પના એક નિર્દોષ બાળક તરીકે કરે છે તો કેટલાક તેમના રોમાન્ટિક અંદાજની કલ્પના કરે છે. ઘણા લોકો અર્જુન માટે એક જવાબદાર માર્ગદર્શકની રીતે તેમને જુએ છે. ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય પરંતુ આ બધી જ પરિસ્થિતિમાં સકારાત્મકતા કેવી રીતે શોધવી તે વિશે કૃષ્ણએ આપણને સમજાવ્યું છે. પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ તેને હસતા હસતા પાર કરવાનો બોધ તેમણે આપેલો છે. જો તમે આઉટ ઓફ ધ બોક્સ નહીં વિચારો અથવા તમે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવો તો તમે પોતાનો વિકાસ કરી શકશો નહીં એ વાત સત્ય છે.

મનુષ્ય જીવન છે તો મુશ્કેલીઓ તો રહેવાની જ છે, પરંતુ આપણને આપણા સારા કર્મ કરવાનું ચાલુ રાખવું જોઈએ. ખરાબ અનુભવોને લીધે પ્રિયજનો પર રાખેલા વિશ્વાસને ડગમગવા દેવો જોઈએ નહીં અને પોતાની જાત પ્રત્યે વિશ્વાસ રાખશો તો સકારાત્મક વલણ સાથે યોગ્ય નિર્ણલ લઈ શકશો. આત્મવિશ્વાસ એક એવી ચીજ છે જે ક્યારેય તમને આગળ વધતાં રોકશે નહીં. જ્યારે દિવ્યાંગ બાળકોની મુશ્કેલીઓને જોઈએ છીએ તો આપણને આપણા પડકારો એકદમ નજીવા લાગે છે. ઘણી વાર આપણી પાસે બધુ જ હોય છે પરંતુ આપણે એવી દિશામાં આગળ વધીએ છીએ જ્યાં બાહ્ય પરિબળો આપણને અસર કરે છે, પરિણામે આપણે સાચા માર્ગથી ભટકી જઈએ છીએ.

જેમ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી કેટલીક કુદરતી ઘટના નિશ્ચિત હોય છે, પરંતુ માનવીના અમાનવીય વર્તનને કારણે સૂક્ષ્મ સ્તરના ફેરફારો થઈ રહ્યા છે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેમ કે પ્રાણીઓની હત્યા, વૃક્ષોનું નિકંદન, ટેક્નોલોજીને કારણે પર્યાવરણને થતી માઠી અસર જેવી ક્રિયાઓને કારણે માનવી પ્રકૃતિની સાથે અપ્રત્યક્ષ રીતે પોતાને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. વ્યક્તિએ એવી રીતે વિકાસ કરવો જોઈએ કે કોઈએ પાછળ વળીને જોવું ન પડે. તમે તમારા પોતાના હકારાત્મક સ્પંદનો સાથે વૃદ્ધિ પામો છો; તમે તમારામાં વિશ્વાસ કરો છો અને કૃતજ્ઞતાનો અભ્યાસ કરો છો; તમે તમારી જાતને બહેતર બનાવવા માટે રોકાણ કરો છો; તમે ધ્યાનનો અભ્યાસ કરો છો જેથી તમે ભગવાન સાથે સરળતાથી જોડાઈ શકો; તમે પરિસ્થિતિઓમાં પણ હાજર છો અને જાણો છો કે શું કરવું અને તમે જીવનને પ્રેમ કરો છો, જે તમને સાચી દિશામાં આગળ વધવામાં મદદ કરશે.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...