Posts

Showing posts from October, 2026

ટેકનોલોજીના યુગમાં આત્માની ખોજ અને સંવેદનાઓનું પુનરાગમન

  ટેકનોલોજીના યુગમાં આત્માની ખોજ અને સંવેદનાઓનું પુનરાગમન કુદરતનો એક સનાતન અને અચળ નિયમ છે. પૃથ્વી પર એ જ જીવ લાંબો સમય ટકી શકે છે જે બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે. પક્ષીઓ કે પ્રાણીઓને જુઓ. જ્યારે વાતાવરણ પ્રતિકૂળ બને ત્યારે તેઓ સ્થળાંતર કરે છે, પરંતુ પરિસ્થિતિ સાનુકૂળ થતાં જ પોતાના મૂળ નિવાસસ્થાને પાછા ફરે છે. કુદરતના આ સાદા નિયમમાં માનવજાત માટે એક મોટો સંદેશ છુપાયેલો છે. માનવીએ ભૌતિક સુખ સુવિધા અને ઝડપ માટે ડિજિટલ ક્રાંતિ સર્જી, પરંતુ આ ક્રાંતિ વચ્ચે આપણે આપણા મૂળિયાં એટલે કે પ્રેમ, હૂંફ અને સાચા માનવીય સંબંધો ભૂલી રહ્યા છીએ. આજે સમય આવી ગયો છે કે આપણે ટેકનોલોજીના અતિરેક વચ્ચે આત્માના ડિજિટલ ડિટોક્સ વિશે ગંભીરતાથી વિચારીએ. સામાજિક માધ્યમો અને ડિજિટલ ક્રાંતિએ આપણને વિશ્વ સાથે જોડ્યા જરૂર છે, પરંતુ સામે પક્ષે ઈર્ષ્યા, અસહનશીલતા, હિંસા અને સતત સરખામણીની એક એવી અંધારી દુનિયા પણ ઉભી કરી છે જેણે માણસની ધીરજ છીનવી લીધી છે. આજે શારીરિક અને માનસિક અત્યાચાર એટલા સામાન્ય બની ગયા છે કે સમાજ તેને નિષ્ક્રિયપણે સ્વીકારી રહ્યો છે. હમણાંની જ એક ઘટના માનસિકતા સ્પષ્ટ કરે છે. એક યુવતીએ એક છો...

વિચારો બદલો, દુનિયા બદલાશે

 વિચારો બદલો, દુનિયા બદલાશે આપણું મગજ સતત નવા વિચારોનું સર્જન કરે છે અને આપણા આ વિચારો જ આપણી આસપાસ એક વિશેષ 'વાયબ્રેશન' એટલે કે તરંગો અથવા 'વાઇબ્સ' ઊભા કરે છે. જો આપણી વિચારસરણી સકારાત્મક અને રચનાત્મક દિશામાં વહેતી હોય, તો આપણી આંતરિક સૂઝ અને વાઇબ્સ પણ આપોઆપ પોઝિટિવ બની જાય છે. એવું કહેવાય છે કે વ્યક્તિ માટે માત્ર તેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર હોય છે, વિચારવાની શૈલી બદલાતાં જ તેની સમક્ષ આખી નવી દુનિયા ઊભી થઈ જાય છે. હું આ વાત શા માટે કહી રહી છું? તાજેતરમાં જ હું એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એક યુવકને મળી. તેનો ડ્રીમ ગોલ પાઇલટ બનવાનો છે. તે ખૂબ બુદ્ધિશાળી અને આત્મસજાગ છે, પરંતુ તેને બોલવામાં થોડો ખચકાટ કે અસ્પષ્ટતા અનુભવાય છે. આશરે એક વર્ષના સતત વિચાર-મંથન પછી તેણે પાઇલટ બનવાની દિશામાં ટ્રેનિંગ લેવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યારે મેં તેને સહજતાથી પૂછ્યું, જો પાઇલટ સિવાય તારે બીજો કોઈ રસ્તો પસંદ કરવો પડે, તો તું શું કરીશ? તેણે તુરંત પોતાની મમ્મી સામે જોયું અને કહ્યું, હું મમ્મી સાથે વાત કરીશ અને તે જે કહેશે તે કરીશ. જોકે, એ સમયે તેની માતાના ચહેરા પર એક અજાણ્યો...