આત્મજ્ઞાન સફળતાની ચાવી
આત્મજ્ઞાન સફળતાની ચાવી
એવું કહેવાય છે કે સામાન્ય શિક્ષણ જીવનને વિકસાવવામાં મદદ કરે છે ત્યારે સેલ્ફ એજ્યુકેશન તમારા જીવનને સમજવામાં મદદ કરશે. લાઈફસ્ટાઈલને સુધારવાની સાથે સાથે જીવનના કેટલાક મહત્ત્વના મૂલ્યોને પણ જો અપનાવવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન વધુ સરળ અને માઈન્ડફુલ બને છે. ટીવી પર ઘણા કલાકારોએ વિવિધ બ્રાન્ડની જાહેરાતો કરી છે. જે બ્રાન્ડને તેઓ પ્રમોટ કરે છે તેનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરતાં નથી. લોકોની માનસિકતા બદલવા માચે અથવા દર્શકોના મનોરંજન હેતુથી તેઓ કામ કરતા હોય છે, પણ અમુક હદે આ બાબત લોકોને મિસલીડ કરવાનું કામ કરે છે. પબ્લિક ફિગર થઈને જો સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલને લગતી ખોટી અથવા અયોગ્ય માહિતીનો પ્રસાર કરવામાં આવે તો એ સમાજ માટે હાનિકારક છે એ વાતને આપણે સમજી લઈએ તો ત્યાંજ સમાજમાં આવતી અડધી મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે.
મહાત્મા ગાંધી, સ્વમી વિવેકાનંદ અને મધર ટેરેસા પણ એવા લોકો હતા જેમણે જીવનમાં અઢળક પડકારોનો સામનો કર્યો હતો પણ તેમણે જીવનના મૂલ્યો અને મર્યાદાઓની સાથે વિચારસરણી પ્રભાવશાળી હોવાથી સંતુલિત જીવન જીવતા હતાં તે તેમના જીવનને સ્થિર બનાવવાનું કામ કરે છે. આ મહાનુભવાઓએ શિસ્ત સાથે પ્રણાલીઓને અપનાવીને તેમના જીવનની પ્રાથમિકતાઓ પણ સ્પષ્ટ કરી હતી.
ઘણા લોકો પૈસાની શોધમાં તેમના મૂલ્યોને બદલી નાંખે છે. ભગવદ્ ગીતામાં પણ જણાવ્યું છે કે વ્યક્તિના જીવનમાં ઘણી જવાબદારીઓ હોય છે. તે પછી પરિવારની હોય, વ્યસાયની હોય વિદ્યાર્થી તરીકે હોય કે સામાજિક રીતે સંકળાયેલી હોય. જે નિર્વિવાદપણે સાચું છે કે આત્મ-જાગૃતિ એ આત્મસન્માન જાળવી રાખવા અને વધુ જીવન સંતુલન બનાવવાનો પાયો છે.
તેનું અનુસરણ કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જે લોકો તમારા વિકાસમાં મદદરૂપ બને અને પ્રોત્સાહિત કરે, પ્રેરણા આપે, માર્ગદર્શન આપે છે તેવા લોકોની સાથે રહેવું જોઈએ અને હોંશે હોંશે સાથ આપવા તત્પર રહેશે. તમારા કામ અને નિર્ણયની જવાબદારી પોતે લેતા શીખવું જોઈએ અને અન્ય લોકોને દોષ આપવાનું ટાળવું જોઈએ. પડકારોનો સામનો કરવાની સાથે તેને દૂર કરવા વિશે વિચારવું જોઈએ. પોતાની નબળાઈ અને ભૂલ ખબર હોવા છતાં તેમનો સામનો કરીને આગળ વધવામાં બહાદુરી છે. શારિરીક રીતે તંદુરસ્ત રહેવાની સાથે સારું માનસિક સ્વાસ્થ્ય આત્મવિશ્વાસને વધારશે. સકારાત્મક અભિગમ જીવનને બદલવાની તાકાત ધરાવે છે એ વાતને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. મેડિટેશન કરીને આંતરિક શક્તિને વધારવાથી હરાકાત્મક આતરદૃષ્ટિ કેળવવી જોઈએ જે વ્યક્તિના વિકાસમાં ખરેખર મદદરૂપ બને છે.
તાજેતરમાં, જૈન સમુદાયના એક કાર્યક્રમમાં ગુજરાતીમાં ભાષણ આપવા માટે મને અતિથિ વક્તા તરીકે મને આમંત્રિત કરી હતી. જોકે મને જૈન ધર્મ વિશે વધુ માહિતી ન હોવાની જાણકારી ત્યાં હાજર યુવતીને આપી હતી. તે દરમિયાન એક યુવતીએ મને કહ્યું હતું કે, 'મૅડમ, તમે કૃષ્ણમાં માનો છો ને? અમારા જૈન ધર્મના પ્રવચનોમાં, અમારા ગુરુએ મહાભારતની એક વાર્તાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને પૂછ્યું હતું કે શું તે પાંડવોને 14 વર્ષ સુધી વનવાસમાં જતા રોકી શકશે? તો દ્રૌપદીએ જવાબ આપ્યો, "કૃષ્ણ ભગવાન મારી સાથે હોય તો ચિંતા શા માટે કરવી જોઈએ. આથી ધર્મ કોઈપણ હોય. જો માર્ગ ભગવાન તરફ લઈ જતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આથી આત્મજ્ઞાન એ ખરેખર સફળતાની ચાવી છે.
Comments
Post a Comment