સકારાત્મક ઉર્જાનો સંચાર આંતરિક ઉર્જાના પ્રવાહને વધારે છે
સકારાત્મક ઉર્જાનો સંચાર આંતરિક ઉર્જાના પ્રવાહને વધારે છે
આ કહેવત મારી જીવનશૈલીનો એક અગત્યનો ભાગ બની ગઈ છે, અને હું મારા અનુભવથી કહું છું કે એ ખરેખર કામ કરે છે. જ્યારે કોરોનાકાળ આવ્યો ત્યારે લોકો પોતાના અને સ્વજનોના સ્વાસ્થ્યને લઈને ભયભીત થયા હતાં અને એ ભય સ્વાભાવિક હતો. હું પણ ડરી ગઈ હતી અને ઘરેથી કામ કરવાની શરૂઆત કરી. એ સમયે ઘરેથી હું બધુ કેવી રીતે વ્યવસ્થાપન કરીશ અને સંભાળીશ એ મામલે હું અન્ડરકોન્ફિડેન્ટ હતી. બાળકોને હું ઓનલાઈન કન્સલ્ટ કરતી હતી. સાંભળવામાં અને બોલવામાં તકલીફ હોય એવા બાળકોને કેટલી તકલીફ પડી રહી હતી એ મેં મારી આંખે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો તેમની હકીકત છે. બાળપણથી જ તેઓ સાંભળતા લોકોની દુનિયામાં સંવાદ કરવામાં સંઘર્ષ કરે છે. છતાં, તેઓ ઉત્સાહથી શીખવા તૈયાર રહે છે, સંઘર્ષ કરતા રહે છે અને નિરાશ નથી થતાં. તેઓ દરેક દિવસે "સામાન્ય" દુનિયામાં ફિટ થવાની કોશિશ કરે છે. એ સમયે મેં સકારાત્મકતા વિશે લખવાનું શરૂ કર્યું. મારા કામમાંથી પ્રેરણા લઈને, આજે મારા મન, શરીર અને આત્મામાં સકારાત્મક ઊર્જા વહે છે. છેલ્લા પાંચ વર્ષમાં મેં 250 થી વધુ લેખો લખ્યા છે. મુસાફરી સમય દરમિયાન પણ હું દરેક રવિવારે એક નવો લેખ પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરું છું – સકારાત્મકતાની વાતો સાથે. મારા તમામ પ્રિય સાંભળવામાં અસમર્થ બાળકોને દિલથી ધન્યવાદ અને સલામ – જેમણે મને શીખવાડ્યું કે જીવનમાં સાચો ફોકસ શું હોય છે.
મારે એક વખત વાંચ્યું હતું કે આપણું શરીર ફંક્શનલ અને ઓર્ગેનિક એમ બે રીતે કાર્ય કરે છે: નસો, હાડકાં, મસલ્સ અને અંગોથી બનેલા શરીરમાં જ્યારે કોઈ અંગ કાર્ય કરવાનું બંધ કરે, ત્યારે તેને ઓર્ગેનિક અસંતુલન કહે છે. ઘણા લોકો કહે છે કે સાંભળવામાં અસમર્થ બાળકો પાસે કાર્યરત કાન નથી. પરંતુ તેમની ઇચ્છાશક્તિ અન્ય ઇન્દ્રિયોને વધુ મજબૂત બનાવી દે છે. બીજી તરફ, જો તમામ અંગો સારી સ્થિતિમાં હોય છતાં તમને દુઃખાવા થાય (જેમ કે પાચનતંત્ર દુઃખે) તો તેને ફ્ંકશનલ અસંતુલન કહે છે.
શારીરિક રીતે તંદુરસ્ત અને સ્વસ્થ હોવા છતાં ક્યારેક આપણા મનમાં શા માટે સંશય, ઈર્ષા અને તુલના ઘૂસી આવે છે? આપણું ધ્યાન ક્યાં જાય છે? આપણું ધૈર્ય અને ઈચ્છાશક્તિ ક્યાં ખોવાઈ જાય છે? આ નકારાત્મકતા આપણા મન અને શરીર બંનેને અસ્વસ્થ બનાવે છે. તો પછી સાચા અર્થમાં કોણ અપંગ છે? સાંભળવામાં અસમર્થ બાળકો કે આપણે? કોણે વધુ ફોકસની જરૂર છે? આપણા શરીરમાં પાચાં, હ્રદય, ફેફસા, લિવર એકબીજાની સાથે સુમેળમાં કાર્ય કરે – તો શરીર સ્વસ્થ રહે છે. તેવો સુમેળ જીંદગીમાં પણ જોઈએ. પણ જો અંદરથી આપણું મન, ભાવનાઓ અને વિચારશક્તિ અસંતુલિત હોય, તો સારી ઊર્જા કઈ રીતે વહે? આપણે સ્વસ્થ હોઈએ છીએ, પણ જો એક અંગ પણ અસ્વસ્થ થાય તો આખું શરીર અસર પામે છે. તે સમયે જો કોઈ દુઃખદ ઘટના બને, તો આપણા વિચારો તમામ દિશાઓમાં દોડે છે – ઘણી વખત ભય અને ઊંડી પરેશાનીઓ તરફ. એવા સમયે હ્રદય ધબકતું હોય ત્યારે શાંત થવું જરૂરી છે. ધીમા અને લંબા શ્વાસો લો. તમારા ફેફસાં તમારા હ્રદયને માર્ગદર્શન આપે. ધીમે ધીમે ઊર્જા યોગ્ય દિશામાં વહેવા લાગે છે.
યોગ અને ધ્યાન એ કેમ વૈશ્વિક સ્વીકાર પામેલા સાધનો છે? કારણ કે એ પ્રેક્ટિસ શરીરને પૂરતો ઓક્સિઝન આપે છે, આત્મવિશ્વાસ વધારે છે, તંદુરસ્તી આપે છે અને અંદરની શાંતિ લાવે છે તો ઊર્જા જીવનપ્રેમ રૂપે વહે છે. અંદરની સ્થિતિ સમજવી જરૂરી છે, પરંતુ બહારથી આવતી ઊર્જાઓ – લોકોના ભાવનાત્મક અને માનસિક તરંગો – એ પણ અસર કરે છે. આપણે આપીએ છીએ અને પ્રાપ્ત કરીએ છીએ. ભગવાન કૃષ્ણે ગીતામાં કહેલું કે શ્રદ્ધા અને સકારાત્મકતાથી આપો તો એ જ પ્રકારની ઊર્જા તમારામાં ફરી વળે છે.
એક વ્યક્તિ મારી મુલાકાતે આવીને કહ્યું, “તમારો લેખ વાંચીને મને લાગે છે કે તમે ખાસ મારા માટે લખ્યો છે. એ મને વિચારવામાં મજબૂર કરે છે અને કંઈક કરવા માટે પ્રેરિત કરે છે.” કેટલું અદ્ભુત છે એવું કંઈક કરી શકાય તો? કેમ આપણે સૌ એ જ રસ્તો નહીં અપનાવીએ? કલ્પના કરો કે કેટલાં જીવાં પરિવર્તિત થઈ શકે છે!
એક માતાએ કહ્યું, “મારી ત્રણ દીકરીઓ છે, જેમાંથી સાંભળવામાં અસમર્થ દીકરી સૌથી વધુ પ્રેમાળ છે. પોતે ખાધા પહેલાં બીજાને ખવડાવે છે. દરેક કામમાં પૂરી નિષ્ઠા ધરાવે છે.” એ દીકરીએ પણ બાળમિત્ર સાથે લગ્ન કર્યા – બંને સાંભળવામાં અસમર્થ. એકબીજાની ખૂબ સમજ હતી. પણ દુઃખદ વાત એ છે કે પરિવારે ટેકો ન આપ્યો અને લગ્ન તૂટ્યા. એ પરિવારના અસમતોલમાં ઊર્જાનો વહેવાર નક્કી ખોરવાયો. હું માનું છું કે પરિવારનું સુમેળ શરીરના અંગોની જેમ જ જરૂરી છે. અંગોની જેમ જ પરિવારજનોના સહયોગ વિના જીવન અને સંબંધો ફળે નહીં.
શરીરના સંગઠન જેવી જ રીતે અથવા મારા બાળકો જેવી જ સંકલ્પશક્તિથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. વિરાટ કોહલીએ આરસીબી માટે 18 વર્ષ સુધી સતત પ્રયાસ કર્યો અને 2025 માં આખરે ટૂર્નામેન્ટ જીતી. વર્ષો સુધી હાર્યા, પડ્યા, ઊભા થયા, પણ તેમની એકાગ્રતા કદી હારી નહીં. એ જ સચ્ચાઈ, સંકલ્પ અને ધીરજ આપણને પણ જીવનમાં જોઈએ. જ્યાં ધ્યાન જાય છે, ત્યાં ઊર્જા વહે છે... અને ત્યાંથી મહાનતા જન્મે છે.
Comments
Post a Comment