Posts

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

 અપેક્ષાઓથી પર થઈને જીવવું... આ સુંદર સૃષ્ટિમાં શ્વાસ લેતી હું એક સામાન્ય નારી છું, જેની પાસે જીવન જીવવા માટે બધું જ ઉપલબ્ધ છે. ઉજાસ આપવા સૂર્ય છે, અંધકારને હરવા ચંદ્ર છે અને ચમકતા શીખવવા આકાશમાં તારલા છે. પ્રકૃતિ મને જીવવા માટે અન્ન આપે છે અને મારો દરેક શ્વાસ શુદ્ધ હવાથી ધબકતો રહે છે. ઈશ્વર પરની શ્રદ્ધા મને આંતરિક શક્તિ આપે છે. માતા-પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન છે, તો પરિવાર અને મિત્રોનો બિનશરતી પ્રેમ છે. કુદરતનું આ સૌંદર્ય મને અહેસાસ કરાવે છે કે બ્રહ્માંડમાં મારું અસ્તિત્વ છે. એક મનુષ્ય તરીકે મારી પાસે વિચારવા, શીખવા અને સ્વજનો માટે કંઈક કરી છૂટવાની બુદ્ધિ છે. પરંતુ, જરા થોભીને વિચારીએ કે છેલ્લે ક્યારે આપણે આ કૃતજ્ઞતા અને સંતોષનો સાચો અનુભવ કર્યો હતો? માનવ સભ્યતાની શરૂઆતથી જ આપણી પાસે ઘણું બધું હોવા છતાં, આપણે હંમેશાં કશુંક ખૂટતું હોવાની શોધમાં દોડતા રહ્યા છીએ. પરિવાર, સંપત્તિ અને કીર્તિ હોવા છતાં મનનો એક ખૂણો ખાલી જ લાગે છે. સમયની સાથે આપણી અપેક્ષાઓ માત્ર બીજાઓ પાસેથી જ નહીં, પરંતુ આપણી જાત પાસેથી પણ વધતી જાય છે. હમણાં જ એક સેવાકાર્ય અંતર્ગત, અમે ૧૫ દિવ્યાંગ બાળકોને તેમની જરૂર...

આત્માનો ડિજિટલ ડિટોક્સઃ ટેકનોલોજીના ઘોંઘાટમાં ખોવાતો માનવીય સ્પર્શ

 આત્માનો ડિજિટલ ડિટોક્સઃ ટેકનોલોજીના ઘોંઘાટમાં ખોવાતો માનવીય સ્પર્શ આપણા બ્રહ્માંડનો એક શાશ્વત નિયમ છે અહીં એ જ જીવી જાય છે જે પરિવર્તનને સ્વીકારીને પોતાની જાતને અનુકૂળ બનાવી શકે છે. ડાર્વિનનો સિદ્ધાંત પણ કંઈક આવું જ કહે છે કે સૌથી બુદ્ધિશાળી કે સૌથી શક્તિશાળી નહીં, પણ સૌથી વધુ એડેપ્ટેબલ પ્રજાતિ જ ટકી રહે છે. તમે પક્ષીઓ કે પ્રાણીઓને જુઓ, તેઓ કુદરતી ફેરફારો સાથે કેટલી સહજતાથી અનુકૂલન સાધે છે, વાતાવરણ બદલાય એટલે તેઓ સ્થળાંતર કરે, અને જેવું વાતાવરણ ફરી અનુકૂળ બને કે તરત જ તેઓ પોતાના મૂળિયાં તરફ, પોતાના મૂળ આવાસ તરફ પાછા ફરે છે. આ કુદરતી પ્રજાતિઓ હજારો વર્ષોથી કોઈ પણ ટેકનોલોજીકલ ક્રાંતિ વગર જીવી રહી છે. જ્યારે આપણે મનુષ્યોની વાત કરીએ, ત્યારે આપણને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું વરદાન મળ્યું છે. ટેકનોલોજી સગવડ માટે છે, પણ શું તે સુખ માટે છે? લાગણીઓ અને સંવેદનાઓના સ્તરે તો આપણે આજે પણ આપણા મૂળિયાં તરફ જ પાછા વળવું પડે છે. સાચો આત્મીય સંબંધ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી નથી ટકતો, એના માટે તો રૂબરૂ મુલાકાત, એકબીજાની હાજરીની હૂંફ અને પેલા જીવંત સ્પર્શની જરૂર હોય છે. આજે સોશિયલ મીડિયાના કારણે સ્...

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર

 પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર આપણું મગજ સતત વિચારોનું સર્જન કરે છે અને આ વિચારો જ આપણા 'વાઇબ્સ' એટલે કે આભા નક્કી કરે છે. જો વિચારપ્રક્રિયા હકારાત્મક અને રચનાત્મક હોય, તો આપણી આંતરજૂઝ અને આસપાસનું વાતાવરણ પણ તેજસ્વી બને છે. કહેવાય છે કે વ્યક્તિએ જો તેની દુનિયા બદલવી હોય, તો માત્ર તેની જોવાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. તાજેતરમાં મને એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતો એક યુવાન મળ્યો. તે સ્માર્ટ હતો, પણ તેને બોલવામાં થોડી ખચકાટ અનુભવાતી હતી. તેનું સપનું પાયલોટ બનવાનું હતું. મેં તેને સહજતાથી પૂછ્યું, જો તું પાયલોટ ન બની શકે, તો બીજું શું કરીશ? તેણે તરત જ તેની માતા સામે જોયું અને કહ્યું, મમ્મી જે કહેશે તે હું કરીશ. પરંતુ તેની માતાના ચહેરા પર એક અજીબ શૂન્યતા હતી. પછીથી જ્યારે મેં તેની માતા સાથે વાત કરી, ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમનો દીકરો પાયલોટ બને. અહીં જ મુખ્ય સમસ્યા છે. એ દીકરો ક્યાંકને ક્યાંક તેની માતાના આ અસંતોષને અનુભવી રહ્યો છે. જ્યારે આપણી સૌથી નજીકની વ્યક્તિના વાઇબ્સ નકારાત્મક હોય, ત્યારે સફળતા મેળવવી મુશ્કેલ બને છે. મેં માતાને પ્રેમથી સમજા...

તમે જેવું વિચારો છો, તેવું જ મેળવો છો

 તમે જેવું વિચારો છો, તેવું જ મેળવો છો તાજેતરમાં એક વિમાન પ્રવાસ દરમિયાન બારીની બહાર જોતી વખતે હું મંત્રમુગ્ધ થઈ ગઈ. આકાશ સોનેરી આભા છોડીને ધીમે ધીમે ઘેરા વાદળી રંગમાં પરિવર્તિત થઈ રહ્યું હતું. જેમ જેમ જમીન પરના દ્રશ્યો ધૂંધળા થતા ગયા, તેમ તેમ મને એક ઊંડો વિચાર આવ્યો. આ અનંત આકાશ આપણા જીવનની અસીમ શક્યતાઓનું જ પ્રતિબિંબ છે. આ બદલાતા આકાશને જોઈને મને લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણના નિયમની યાદ આવી. જે રીતે આકાશ ક્ષણે ક્ષણે બદલાય છે, તેવી જ રીતે આપણા વિચારો અને ભાવનાઓ આપણી વાસ્તવિકતાને આકાર આપે છે. આ સંદર્ભમાં મને ગાયિકા શ્રેયા ઘોષાલનો એક ઇન્ટરવ્યુ યાદ આવે છે. તેમણે ખૂબ સુંદર વાત કરી હતી કે હવે તેઓ ગીતોની પસંદગી કરતી વખતે ખૂબ સભાન રહે છે. તેઓ એવા જ શબ્દો કે સુરાવલીઓ પસંદ કરે છે જે તેમના જીવનના મૂલ્યો સાથે મેળ ખાતા હોય. તેમનું માનવું છે કે આપણે જે ગાઈએ છીએ કે બોલીએ છીએ, તે આપણી આસપાસ એક ઉર્જાનું નિર્માણ કરે છે. આ જ તો આકર્ષણનો નિયમ છે. તમે જે બ્રહ્માંડને આપો છો, તે જ બમણું થઈને તમારી પાસે પાછું આવે છે. લો ઓફ એટ્રેક્શનનો સાદો સિદ્ધાંત છે સમાનતા સમાનતાને આકર્ષે છે. જો આપણે સતત નિષ્ફળતા, ...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માનવીય અભિગમની જરૂર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માનવીય અભિગમની જરૂર માનવી પાસે કુદરતની સૌથી અનમોલ ભેટ છે વિચારવાની શક્તિ. આપણું મગજ અબજો જ્ઞાનતંતુઓનું એક એવું જટિલ નેટવર્ક છે જે વિદ્યુત તરંગો અને રાસાયણિક સંકેતો દ્વારા કામ કરે છે. આજે આપણે એક એવી વૈજ્ઞાનિક ક્રાંતિના સાક્ષી બન્યા છીએ જ્યાં ટેકનોલોજી આપણા મગજની કાર્યપ્રણાલીને પડકારી રહી છે. આ ક્રાંતિનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ . જે રીતે આપણું મગજ વિચારે છે, તે જ રીતે કામ કરતા 'ડીપ ન્યુરલ નેટવર્ક્સ' દ્વારા AI આજે અશક્યને શક્ય બનાવી રહ્યું છે. આ કેટલો મોટો બદલાવ છે માનવ મગજમાંથી પેદા થયેલી એક સિસ્ટમ હવે માનવ મગજની જેમ જ પ્રક્રિયા કરી રહી છે! હું અત્યારે અમેરિકામાં એક કોન્ફરન્સમાં ભાગ લઈ રહી છું, જ્યાં શ્રવણ શક્તિ ના ક્ષેત્રમાં AI દ્વારા આવેલા પરિવર્તનની ચર્ચાઓ થઈ રહી છે. એક સમય હતો જ્યારે સાંભળવા માટે માત્ર સામાન્ય એમ્પ્લીફાયરનો ઉપયોગ થતો, પણ આજે એવા હિયરિંગ એઇડ્સ આવી ગયા છે જે વ્યક્તિના મગજની જરૂરિયાત મુજબ અવાજને ફિલ્ટર કરી શકે છે. પહેલાં આપણે સૂર્યના કિરણો જોઈને સમયનો અંદાજ લગાવતા, અને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર સમય જ નથી બતાવતું,...

પડકારોથી ભવ્યતા સુધીની સફર, સંઘર્ષના આકાશમાં સફળતાનો સૂર્યોદય

 પડકારોથી ભવ્યતા સુધીની સફર, સંઘર્ષના આકાશમાં સફળતાનો સૂર્યોદય બાગકામ એ માત્ર છોડ ઉછેરવાની પ્રક્રિયા નથી, પણ જીવન જીવવાની એક કળા છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે બાગકામની સાચી મજા અને તેની સાર્થકતા માટીમાં હાથ ખરડાવીને મૂળિયાંને મજબૂત કરવામાં છે. જ્યારે તમે માટીમાં કામ કરો છો, ત્યારે તમારું શરીર ભલે ધરતી સાથે જોડાયેલું હોય, પણ તમારું મસ્તક સૂર્યના કિરણો ઝીલવા માટે આકાશ તરફ હોવું જોઈએ. આ પ્રક્રિયા આપણને શીખવે છે કે એક સુંદર બગીચો ઉછેરવા માટે માત્ર શારીરિક શ્રમ પૂરતો નથી, તેની પાછળ આત્માની માવજત પણ એટલી જ જરૂરી છે. જીવનનું પણ કંઈક આવું જ છે. જો આપણે જીવનના બગીચામાં ભવ્યતાના ફૂલ ખીલવવા હોય, તો પડકારોની માટીમાં હાથ નાખવા જ પડશે. આજે જ્યારે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે માનવી પૃથ્વીની સીમાઓ વટાવીને અવકાશમાં પોતાના રહેઠાણો બનાવી રહ્યો છે. ૧૯૯૮માં પૃથ્વીથી અંદાજે ૩૫૦ કિલોમીટર ઉપર ભ્રમણકક્ષામાં વિશ્વના સૌથી મોટા અને જટિલ અવકાશ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની શરૂઆત થઈ હતી. ૪૩૦ ટન વજન અને ૧૦૮ મીટરની પહોળાઈ ધરાવતા આ સ્ટેશનનું નિર્માણ એ માનવ ઈતિહાસનું એક અદભૂત શિખર છે. આ સ્ટેશનના નાન...

વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે

  વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે આજે સકારાત્મકતા પરના મારા ૨૫૦મા લેખનો પડાવ છે. ક્યારેક વિચાર આવે છે કે આ સફર ક્યારે શરૂ થઈ? કેવી રીતે હું કોઈ પણ અવરોધ વગર સતત ૨૫૦ લેખ લખી શકી? આ લેખો કેટલા લોકોએ વાંચ્યા હશે, કોને તેમાંથી બેઠાં થવાની શક્તિ મળી હશે કે કોણે મારી દ્રષ્ટિને સ્વીકારી હશે, એનો આંકડો કદાચ મારી પાસે નથી. પણ એક વાત ચોક્કસ છે: આ પ્રક્રિયામાં હું પોતે અંદરથી બદલાઈ ગઈ છું.  મારા જીવનમાં સકારાત્મકતાનો આ રિપલ ઇફેક્ટ એટલે કે તરંગાકાર પ્રભાવ પેદા કરનાર મારા એ વિશિષ્ટ બાળકો છે, જેઓ સાંભળી શકતા નથી. આ બાળકો સાથેનો મારો રોજિંદો સંવાદ મને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવે છે. ઈશ્વરે આ બાળકોને એક અદ્ભુત શક્તિ આપી છે, પડકારો સામે અણનમ રહેવાની અને સ્મિત સાથે જીવવાની શક્તિ. આપણા માટે સુખ હંમેશા ભવિષ્યમાં હોય છે, આવતીકાલે કરીશું, આવતીકાલે સુખી થઈશું. પણ આ બાળકો માટે સકારાત્મકતા એ ભવિષ્યનો વાયદો નથી, પણ જીવવાની રીત છે. આજે જ્યારે દુનિયામાં માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધી રહ્યા છે, લોકો તણાવ અને નકારાત્મકતાથી ઘેરાયેલા છે, ત્યારે આ બાળકો એક જીવતું-જાગત...